મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના આદિવાસી વિદ્યાર્થીઓ 7 કિમી ચાલીને સ્કૂલ જવા મજબૂર, પાસિંગના અભાવે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 1680 જેટલા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી

નસવાડીના આદિવાસી વિદ્યાર્થીઓ 7 કિમી ચાલીને સ્કૂલ જવા મજબૂર, પાસિંગના અભાવે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 1680 જેટલા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી છે. વિદ્યાર્થીઓને હાલ ચોમાસાની સિઝનમાં પણ  પગપાળા શાળાએ જવા મજબુર બનવું પડ્યું છે. વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ અંતરિયાળ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓની હાલત હજુ યથાવત જોવા મળે છે.

સવાલો ઉભા થયા
 
શિક્ષણ તંત્રએ ટેક્સી પાર્સિંગના વાહનો ટ્રાંસપોટેશન સુવિધાને લઈ મળતા ન હોવાનું જણાવી વિદ્યાર્થીઓને રઝળતા મૂકી દીધા છે. આ રીતે ભણશે આદિવાસી વિદ્યાર્થીઓ? કેમ આ પ્રશ્ન હલ કરાતો નથી. ગામડામા ટેક્સી પાર્સિંગના વાહનો નથી તો સુવિધા શરૂ કઈ રીતે થાય. તેવા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

સુવિધાઓની માંગ

28 જેટલા રૂટ સદતર બંધ હોવાથી આદિવાસી વિદ્યાર્થીઓ પાંચથી સાત કિલોમીટર દૂરથી શાળાએ પગપાળા આવવા મજબુર બન્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે હજુ પણ વાલીઓ સુવિધાની માંગ કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને પાયાની સુવિધાઓ ક્યારે આપવામાં આવશે તેની આસ માંડીને વિદ્યાર્થીઓ બેઠા છે.

આ સમાચાર શેર કરો