મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, ટ્રાફિક સિગ્નલ પર અપાશે ટ્રી પ્લાન્ટ, ઠંડક માટે છાસનું વિતરણ

સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી પા

સુરતમાં પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, ટ્રાફિક સિગ્નલ પર અપાશે ટ્રી પ્લાન્ટ, ઠંડક માટે છાસનું વિતરણ

સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. સાથે જ મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન એટલે કે મફત છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે.  

યુનિક પહેલ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહકાર સાથે સુરત સંસ્થા દ્વારા સુરતમાં 5થી 9 જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર "ગ્રીન કોર્નર" બનાવવામાં આવશે. જે અંતર્ગત, ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ, મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન મફત છાશ વિતરણ કરવામાં આવશે. સુરતને હરિયાળા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે 5 જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ "ગ્રીન કોર્નર" રજૂ કરાયો છે. 

પર્યાવરણ સંરક્ષણની ભાવના કેળવવા સંદેશ

ગ્રીન કોર્નરનો ઉદ્દેશ્ય પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે. સંસ્થા દ્વારા GPCB અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે. ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત, ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ, મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન(મફત છાશ વિતરણ) કરવામાં આવશે. પર્યાવરણની જાળવણીના વિભિન્ન બોર્ડ-બેનર, સ્ટેન્ડી વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે. ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર્સમાં રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવનાનો વ્યવહાર કેળવવાનો મેસેજ આપવા માંગીએ છીએ. 

આ સમાચાર શેર કરો