મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યના 68 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાત સરકારમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના 68 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં IA

રાજ્યના 68 IAS અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાત સરકારમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના 68 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં IAS બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં છે.

રાજ્યના IAS બેડામાં મોટા ફેરફાર

એકસાથે 68 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.

4 IASની બઢતીના આદેશ

ડૉ. વિનોદ રામચંદ્ર રાવને સરકારના સચિવ, શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને HAGના પગાર ધોરણમાં બઢતી આપી સરકારના અગ્ર સચિવના હોદ્દા પર અને સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે.

એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદને સરકારના સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અનુપમ આનંદ, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે. 

મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને  ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે. 

68 IAS અધિકારીઓની બદલી:

IAS પી.સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.

IAS રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે.

IAS રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે.

અવંતિકા સિંહને GACLનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

પ્રવિણ સોલંકીને DG મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

NotificationNoAIS-352025-10-Gpdf_MRnxeFqd1738413111.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)
NotificationNoAIS-352025-14-Gpdf_HYcABC7Q1738413111.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)
NotificationNoAIS-352025-11-Gpdf_c1ZA4phP1738413111.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો