સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દુર્ઘટના, રિવર્સ લેતા ટ્રેનના ચારેક ડબ્બા પાટા પરથી ઉતરતા તંત્ર થયું દોડતું
દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના

દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળતા સહેજવારમાં રહી ગઈ હતી. ઉધના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતાં. જેથી રેલવે વિભાગના એન્જિનિયર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
મોટી દુર્ઘટના ટળી
ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતાં. ત્રણથી ચાર ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા. ઉધના યાર્ડમાં ઉધના-દાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના ઘટી નહોતી. ઉધના યાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
યુદ્ધના ધોરણે કામગીરી
ઘટનાની ગંભીરતા સમજતા અધિકારીઓએ તરત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાવી ગાડી પાટે ચડાવવા પ્રયત્નો હાત ધર્યા હતાં. ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી હતી. જેથી હાલની સ્થિતિ સામાન્ય થઈ છે. જો કે, અવારનવાર સર્જાતી દુર્ઘટનાને લઈને તંત્ર સામે સવાલો ઉભા થયા છે.








