મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સોસાયટીમાંથી તસ્કરો સ્માર્ટ રીતે ચોરી ગયા બુલેટ, એક તસ્કરે બાઈકથી માર્યો ધક્કો

સુરતના વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઈકની ચોરી થઈ હતી. વરાછાની સપના સોસાયટીમ

સુરતમાં સોસાયટીમાંથી તસ્કરો સ્માર્ટ રીતે ચોરી ગયા બુલેટ, એક તસ્કરે બાઈકથી માર્યો ધક્કો

સુરતના વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઈકની ચોરી થઈ હતી. વરાછાની સપના સોસાયટીમાંથી રાત્રીના સમયે બુલેટની ચોરી કરવામાં આવી હતી. બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઈક પર બેસીને ધક્કો માર્યો હતો. બે ઈસમો દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

સવારે પાર્ક થયેલી બુલેટ ગાયબ હતી

બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ કરી છે.લંબે હનુમાન રોડ પર આવેલી સપના સોસાયટીમાં 33 વર્ષીય કેતનભાઇ લાઠીયા ઈલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ગત 7 ઓગસ્ટના રોજ રાત્રે એક વાગ્યે બુલેટ બાઈકને ઘરની સામે પાર્ક કરી હતી. સવારે નજરે ન પડતા શોધખોળ હાથ ધરી હતી. બુલેટની કિંમત 1.5 લાખ રૂપિયા જેટલી છે. 

સ્માર્ટ રીતે ચોરી કરી

બુલેટ બાઈક ચાલુ કરે તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય. બીજી બાઇકથી ધક્કો મારીને આ બાઈકને સોસાયટીની બહાર લઈ ગયા હતા અને ત્યારબાદ બુલેટ બાઈકને કોઈક રીતે ચાલુ કરીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી આધારે બુલેટના માલિક કેતનભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો