મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં ટ્રાફિક પોલીસ-યુગલ વચ્ચે ચકમક ઝરી, બંનેને પોલીસ સ્ટેશન લઈ જઇ કાયદાનો પાઠ ભણાવતા માંગી માફી

સુરતના યોગીચોક વિસ્તારમાં 'નો પાર્કિગ'માં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે એક યુ

સુરતના યોગીચોક વિસ્તારમાં 'નો પાર્કિગ'માં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે એક યુવતી અને યુવક ઘર્ષણમાં ઉતર્યા હતા, જો કે પોલીસ બંનેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદાનો પાઠ ભણાવતા તેઓએ માફી માંગી બીજી વખત આવી ભૂલ નહિ કરવાની બાહેધરી આપી હતી. 

 મહિલા પોલીસને યુવકે ધક્કો માર્યો 

સુરતના યોગીનગર પાસે આવેલા તિરુપતિ શાર્ક માર્કેટ પાસે પોલીસ 'નો પાર્કિગ'માં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવતી અને યુવકે રકઝક કરી હતી. મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે યુવતી હોબાળો મચાવ્યો હતો. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો પણ માર્યો હતો. અંતે સરથાણા પોલીસ દ્વારા યુવતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સરથાણા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી. યુવક અને યુવતીએ માફી નામુ લખી બીજી વાર ફરજ રૂકાવટ ન કરવા અને બીજી વાર ભૂલ ન કરવાની બાહેધરી આપી હતી. 

આ સમાચાર શેર કરો