મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક ઝુંબેશ: દંડ સાથે કડક તપાસ

ગુજરાતના સૌથી મોટા શહેરમાં, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાર્યવાહી માટે પોલીસે ખાસ ડ

ગુજરાતના સૌથી મોટા શહેરમાં, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાર્યવાહી માટે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદ શહેર પોલીસે આ ઝુંબેશના પ્રથમ દિવસે જ કડક કાર્યવાહી હાથ ધરી હતી. સુભાષબ્રિજ RTO નજીક અને શહેરના અન્ય વિસ્તારોમાં અનેક વાહનોની તપાસ કરવામાં આવી, જેમાં કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના વાહનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. આ ઉપરાંત, ST બસના ડ્રાઈવરો દ્વારા સીટ બેલ્ટ ન પહેરવાના કેસમાં પણ પોલીસે દંડની કાર્યવાહી કરી છે. પ્રથમ દિવસે 311 વાહનો પર કાળા કાચના ઉલ્લંઘન માટે રૂપિયા 1.18 લાખ અને 129 વાહનો પર નંબર પ્લેટ ન હોવાના કેસમાં રૂપિયા72,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો

આ સમાચાર શેર કરો