Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Traditional attire with Indo-Western patterns has become popular among men

Sahiyar: પુરૂષોમાં પ્રિય થઈ પડયાં છે ઈન્ડો-વેસ્ટર્ન પેટર્નના પરંપરાગત પોશાક

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: પુરૂષોમાં પ્રિય થઈ પડયાં છે ઈન્ડો-વેસ્ટર્ન પેટર્નના પરંપરાગત પોશાક
સોર્સ : GSTV

સામાન્ય રીતે આપણે પુરૂષોને પેન્ટ-શર્ટ કે સુટ પહેરતા જોઈએ  છીએ. પણ લગ્નસરામાં તેમને પરંપરાગત પોશાકમાં જોવાની તક મળે છે.  મહત્ત્વની વાત એ છે કે થોડાં વર્ષ પહેલાં પુરૂષોના પરંપરાગત પોશાકમાં કુરતો-પાયજામો, ચુડીદાર-કુરતો કે જોધપુરી સુટ સિવાય  ઝાઝી    વિવિધતા જોવા નહોતી મળતી.  પણ હવે સ્ત્રીઓના ડિઝાઈનર વસ્ત્રોની જેમ પુરૂષોની  પરંપરાગત પરિધાનમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. અને તેનો યશ  આધુનિક ફેશન ડિઝાઈનરોના ફાળે જાય છે. મઝાની વાત એ છે કે ફેશન ડિઝાઈનરોએ પુરૂષોના પોશાકમાં પણ પૂર્વ-પશ્ચિમને પેટર્નનું સુંદર સંયોજન કર્યું છે. જેમ કે...,

App Store

સામાન્ય રીતે આપણે સુટ પહેરતી વખતે કોટની અંદર શર્ટ પહેરીએ છીએ અને ટાઈ બાંધીએ છીએ. પરંતુ તમે શર્ટ પર ટાઈ બાંધીને તેની ઉપર ભરતકામ કરેલું ટકસેડો (ટૂંકો કોટ) પહેરો. તેની નીચે ધોતી પેન્ટ પહેરી લો. આ ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે ચામડાના દોરીવાળા બૂટ પણ ચાલશે. આ પોશાક કોકટેલ પાર્ટી કે પછી લગ્નના દિવસે પણ પહેરી શકાય. આ પરિધાન ઘેરા બ્લુ, બ્લેક, મરૂન જેવા રંગોમાં ખૂબ જચે છે.

મરૂન, બ્રાઉન કે બ્લુ જેવા રંગના કપડામાંથી કુરતો,  મધ્યમ ખુલ્લો પાયજામો અને જેકેટ સીવડાવો. (આ બધા માટે એક જ  મટિરિયલનો ઉપયોગ પણ કરી શકાય.) સામાન્ય રીતે સીવડાવવામાં આવતી સ્લીવલેસ જેકેટના સ્થાને આખી બાંયની અને બંધ ગળાની કોટિ બનાવડાવો.  આ કોટિ પર સરસ મઝાનું ભરતકામ કરાવો.  ખાસ કરીને જેકેટના ગળા ફરતે  અને બાંય પર. જો વધુ આકર્ષક લુક ઈચ્છતા હો તો કોટિના નીચેના ભાગમાં ક્રોસ ડિઝાઈનમાં આવે એવી રીતે વધુ ભરતકામ કરાવો.

ધોતી-કુરતાની પુરાણી ફેશનમાં ન રાચવું હોય તો પડલ પેન્ટ પહેરો. ધોતીને મળતી આવતી છતાં તેના કરતાં તદ્દન નોખી દેખાય એવી સિલ્કની પડલ પેન્ટ પર બંધ ગળાનો કુરતો પહેરો. તમે ચાહો તો બંધ ગળાના કુરતા ઉપર સુટમાં પહેરાય એવો કોટ પણ પહેરી શકો છો. આ પોશાક સાથે ચામડાના બૂટ જચે છે.

એકદમ નોખા તરી આવવું હોય તો ઘેરા રંગનું ટાઈટ ચુડીદાર પહેરો.  તેના ઉપર એક શેડ ડાર્ક કલરનો એસિમેટ્રિકલ કુરતો પહેરો. હવે તેના ઉપર વધુ એક શેડ ડાર્ક કલરનું આખી બાંયનું જેકેટ પહેરો. ચુડીદાર અને કુરતો  પ્લેન લો, પણ જેકેટ  એકદમ ઝીણી અથવા સેલ્ફ ડિઝાઈન ધરાવતા મટિરિયલમાંથી સીવડાવો. તેને સરસ મઝાના બટન કે અન્ય એક્સેસરીથી વધુ આકર્ષક બનાવો. આ પરિધાન સાથે  હાફ શુઝ સરસ લાગશે.

તમને જાણીને નવાઈ લાગશે કે ફેશન ડિઝાઈનરો હવે પુરૂષો માટે પણ રાતા, મરૂન, બ્રાઉન   જેવા રંગોમાં ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતા અનારકલી ડ્રેસ બનાવે છે. અલબત્ત, તે એકદમ માનુનીઓને છાજે એવું ન લાગે  એટલે આ ડ્રેસના  મટિરિયલમાંથી જ સાફો પણ બનાવવામાં આવે છે. આ પરિધાન સાથે ગળામાં ત્રણથી ચાર સેરની મોતીની માળા અને પગમાં મોજડી પહેરી શકાય.

સ્કીન ટાઈટ ચુડીદાર ઉપર ભરચક કરેલો અથવા ઘટ્ટ પ્રિન્ટવાળો સિલ્કનો કુરતો પહેરો. કાળા, ઘેરા બ્લુ કે મરૂન રંગના ચુડીદાર પર એવા જ રંગના કુરતા પર કરેલું ભરચક ભરતકામ અત્યંત આકર્ષક    લાગે છે. હા બંધ ગળું ચુડીદારના પ્લેન મટિરિલયમાંથી પણ બનાવડાવી શકાય. આ પરિધાન સાથે ચુડીદારના જ રંગના અને કુરતાના ભરતકામને મેચ કરતાં વર્કવાળા