મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઇ, 90 જેટલા લોકો પાસે 8 હજાર રૂપિયા ઊઘરાવી ફરાર

અરવલ્લીના મોડાસામાં એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક

યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઇ, 90 જેટલા લોકો પાસે 8 હજાર રૂપિયા ઊઘરાવી ફરાર

અરવલ્લીના મોડાસામાં એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ધાર્મિક ટૂરના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ધાર્મિક સ્થળોની ટૂર દીઠ 7,999રૂપિયા ઉઘરાવી 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરી હતી.

ટ્રાવેલ્સ સંચાલકનો ફોન બંધ હોવાના આક્ષેપ

અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટુર્સ ના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મોડાસા થી પ્રયાગરાગ,અયોધ્યા,કાશી,વીશ્વનાથ,ઉજજેન સહિત 7 જેટલા ધર્મસ્થાનો ની 8 દિવસની યાત્રા ના નામે યાત્રાળુ દીઠ 8 હજાર રૂપિયા ઓનલાઇન બુકીંગ કારાવી છેતરપિંડી આચરવામાં આવી છે.મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી આજે સવારે 10 વાગે ઉપડવાનારી ટ્રાવેલ્સ ન આવતા યાત્રાળુઓ એકઠા થઇ છેતરપીંડી થઈ હોવાના આક્ષેપ સાથે ભારે રોષ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો