મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કડકા-ભડાકા સાથેના વરસાદે લીધો એકનો ભોગ, વીજળી પડતાં 3 સંતાનોના પિતાનું મોત

સુરતમાં ભાદરવા મહિનામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી ગતરોજ સુ

સુરતમાં કડકા-ભડાકા સાથેના વરસાદે લીધો એકનો ભોગ, વીજળી પડતાં 3 સંતાનોના પિતાનું મોત

સુરતમાં ભાદરવા મહિનામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી ગતરોજ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ કફોડી થઈ હતી. ત્યારે પાલ આરટીઓ વિસ્તારમાં વીજળી પડતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. પરપ્રાંતિય શ્રમિક યુવકના મોતને લઈને 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાની નોબત આવી હતી.

ઘર બહાર નીકળતા વીજળી પડી

પાલ RTO વિસ્તારમાં રહેતા શ્રીરામ સાહની મજૂરીકામ કરીને પત્ની સહિત 3 સંતાનોનું ગુજરાન ચલાવતા હતાં. વરસાદ હોવાથી તેઓ કામ પર ગયા નહોતા. આ દરમિયાન વીજળીના કડાકા ભડાકાં થતાં તે ઘરની બહાર નીકળ્યો હતો. આ દરમિયાન જ તેના પર અચાનક વીજળી પડી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 

3 સંતાનો નોધારા

મૃતકના પરિવારજન જયરામ સાહનીએ કહ્યું કે, તેનું નામ શ્રીરામ સાહની હતું. તે ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો. પત્ની અને 3 બાળકો સાથે રહેતો હતો. વરસાદ વરસતો હતો. જેથી તે બહાર નીકળ્યો એ દરમિયાન જ કડાકા સાથે વીજળી પડી હતી. વીજળી તેના માથે પડતાં તે પડી ગયો હતો. બાદમાં અમે બાજુમાં આવેલા મંદિર લઈ ગયા હતાં. ત્યાં સૂવડાવીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતાં. જ્યાં તેને મૃત જાહેર કરાયો છે. અમારી સરકાર પાસે એક જ માગ છે કે, તેને યોગ્ય વળતર આપવામાં આવે.

આ સમાચાર શેર કરો