મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશ દ્વારા અમદાવાદની ગ્રીન સ્પેસમાં 10મા જાહેર ઉદ્યાનનો ઉમેરો

મેયર પ્રતિભા જૈનના હસ્તે નરોડા વિસ્તારમાં નવા તૈયાર કરાયેલ જાહેર બગીચાનું ઉદ્ઘાટન કરવા

ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશ દ્વારા અમદાવાદની ગ્રીન સ્પેસમાં 10મા જાહેર ઉદ્યાનનો ઉમેરો

મેયર પ્રતિભા જૈનના હસ્તે નરોડા વિસ્તારમાં નવા તૈયાર કરાયેલ જાહેર બગીચાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા UNM ફાઉન્ડેશને બુધવારે નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવો જાહેર બગીચો અમદાવાદની જનતાને સમર્પિત કર્યો. આ સાથે અમદાવાદમાં UNM ફાઉન્ડેશનની 'પ્રતીતિ' પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલીત જાહેર બગીચાની સંખ્યા વધીને 10 થઈ છે. 

નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલ નવા બગીચાનું ઉદ્દઘાટન બુધવારે અમદાવાદ શહેરના માનનીય મેયર પ્રતિભા જૈનના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીર પ્રસાદ હાજર રહ્યા હતા.

કુલ 6,766 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ નવો જાહેર બગીચો અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં પેનેશિયા રેસિડેન્સી TP-121, FP-145 ખાતે આવેલ છે. નરોડા ખાતે નવો વિકસિત આ ગાર્ડન શહેરની ઉત્તમ જાહેર માળખાકીય સુવિધાઓનો ઉત્તમ નમુનો છે. જેમાં મુલાકાતીઓની જરૂરીયાતો મુજબ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

બગીચાની મુખ્ય સુવિધાઓ અને વિશેષતાઓઃ

  • વ્હીલચેર-અનુરૂપ રેમ્પ સાથેનો મોટો પ્રવેશદ્વાર
  • પાર્કની બહાર આરામ માટે આરામદાયક બેઠક વ્યવસ્થા
  • કોંક્રિટ-ટેરાઝો અને મેટાલિક બેન્ચ સાથે આધુનિક બેઠકના  વિકલ્પો
  • ઉત્તમ વૉકિંગ અને જોગિંગ અનુભવ માટે ફાયર બ્રિક કર્બિંગ સાથેનો 750 મીટર લાંબો વૉકિંગ ટ્રેક
  • સુરક્ષિત અને મનોરંજક રમત-ગમતના સાધનોથી સુસજ્જ ચિલ્ડ્રન પ્લે એરિયા
  • ફિટનેસ પ્રિય લોકો માટે ઓપન જિમ
  • મુલાકાતીઓ માટે સાંજે અને રાત્રિના સમયે પર્યાપ્ત લાઇટિંગ વ્યવસ્થા
  • એ-1 ફેન્સીંગ સાથે સુરક્ષિત પેરિફેરલ કમ્પાઉન્ડ વોલ
  • બોરવેલ, ભૂગર્ભ પાણીની ટાંકી અને ઉપયોગી યુટીલીટી સહિત આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  • ટકાઉ જળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે રિચાર્જ કૂવો
  • વિવિધ 22 જેટલી પ્રજાતિઓના લગભગ 80 વૃક્ષો ઓક્સિજન ઉત્પન્ન કરવાની સાથે  ધૂળના કણોને શોષવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.
  • અલગ અલગ 73 પ્રજાતિઓની 33,000 થી વધુ ઝાડીઓ, વાંસ અને ઘાસ, બગીચાના તાપમાનને નિયંત્રિત કરવામાં અને ઠંડકયુક્ત માઇક્રોક્લાઇમેટ બનાવવામાં મદદ કરે છે
  • બગીચાનો એક ભાગ મિયાવાકી પ્લાન્ટેશનનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યો છે

નરોડા ગાર્ડનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર પાલિકાના નાયબ મેયર જતીન પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, મુખ્ય દંડક શિતલ ડાગા, આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી જસુભાઈ ચૌહાણ, મનોરંજન-સાંસ્કૃતિક અને હેરિટેજ સમિતિના અધ્યક્ષ શ્રી જયેશભાઈ ત્રિવેદી સહિત મહાનુભાવો, UNM ફાઉન્ડેશનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ હાજર રહ્યા હતા. 

આ જાહેર બગીચો અમદાવાદના નાગરિકો માટે અર્બન ગ્રીન સ્પેસ વધારવાના UNM ફાઉન્ડેશનના પ્રયત્નોમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. 

UNM ફાઉન્ડેશને પોતાની 'પ્રતીતિ' પહેલ હેઠળ અત્યાર સુધી અમદાવાદ શહેરમાં 98,864 ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા જાહેર બગીચાઓનું નવ નિર્માણ/વિકાસ અને જાળવણી કરી રહી છે. નરોડા ખાતે આ 10મા જાહેર બગીચાનો સમાવેશ થયા પછી અમદાવાદમાં  'પ્રતીતિ' પહેલ અંતર્ગત વિકસિત કુલ વિસ્તાર વધીને 1,05,630 ચોરસ મીટર થયો છે. ઉપરાંત વધુ 80,000 ચોરસ મીટર વિસ્તારમાં બે બગીચાના કામ પ્રગતિ હેઠળ છે.  

UNM ફાઉન્ડેશન શહેરી જગ્યાઓમાં ગ્રીન કવરના સંરક્ષણ અને જાળવણી ઉપર વિશેષ ભારી મુકી રહ્યું છે. 'પ્રતીતિ' પહેલ હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત અને દમણ શહેરમાં આવેલ 13 બગીચાઓમાં લગભગ 3.47 લાખ ચોરસ મીટર ગ્રીન સ્પેસની જાળવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત હાલમાં અમદાવાદ અને સુરત શહેરમાં 1.15 લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા ચાર બગીચા વિકસાવવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો