મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લામાં ખર્ચાળ સાબિત થતી ટામેટાની ખેતી, માર્ગદર્શનના અભાવે ખેડૂતોની હાલત કફોડી

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અંદાજિત ૪ હજાર હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં છોટા

છોટાઉદેપુર જિલ્લામાં ખર્ચાળ સાબિત થતી ટામેટાની ખેતી, માર્ગદર્શનના અભાવે ખેડૂતોની હાલત કફોડી

છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અંદાજિત ૪ હજાર હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં પણ વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઇ રાઠવા છેલ્લા 10થી 15 વર્ષથી ટામેટાની ખેતી કરે છે. ત્યારે આ બંને ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીમાં નુકસાન થવા પામ્યું છે. 

આ પણ વાંચોઃ બ્રિટેનનો હત્યાનો આરોપી ગુજરાતની આ જેલમાં કાપશે સજા, મંગેતરની હત્યામાં જાણો કેવી રીતે થયું કેદીનું ટ્રાન્સફર

ખર્ચ પણ નીકળતો નથી

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીમાં 30 થી 35 હજારનો ખર્ચ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થાય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીની અંદર રોગ આવી જતા ખેડૂતોનો ખર્ચ પણ નીકળી શકતો નથી. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. પરંતુ ટામેટાની ખેતીની અંદર રોગ આવવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. ખેડૂતો જે ખર્ચ ટામેટાની ખેતીની અંદર કરે છે. તે ખર્ચ પણ ટામેટાની ખેતીની અંદર નીકળી શક્યો નથી. 

ખેડૂતોને માર્ગદર્શનની જરૂર

ટામેટાની ખેતીની અંદર ખેડૂતો અલગ અલગ પ્રકારની દવાઓ વાપરે છે. પરંતુ આ રોગ આવી જતા તે દવા પણ કોઈ કામ લાગતી નથી. અને ખેડૂતો ઉભા પાકે રડી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોગના કારણે ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીની અંદર નુકસાન થવા પામ્યું છે. વધુમાં ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે જે તે વિભાગના અધિકારીઓ ટામેટાની ખેતી માટે માર્ગદર્શન આપે અને શિબિર રાખે કે ટામેટાની ખેતી કઈ રીતે કરી શકાય તો ખેડૂતને વધુ ફાયદો થાય તેમ છે. અને ખેડૂતો આત્મ નિર્ભર પણ બની શકે છે. ત્યારે સરકાર અને તંત્ર આવા ખેડૂતો ઉપર ધ્યાન આપે તેવી હાલતો ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો