આજે ગુજરાતમાંથી કરોડો રૂપિયાના વાહન, જમીન-મકાનનું વેચાણ થશે
અસત્ય પર સત્યના વિજયના પર્વ 'વિજયા દશમી'ની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના દ

અસત્ય પર સત્યના વિજયના પર્વ 'વિજયા દશમી'ની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના દિવસે ગુજરાતમાંથી જ કરોડો રૂપિયાના વાહન, જમીન-મકાનનું વેચાણ થશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં કેટલાક જ દિવસ વણજોયા મુહૂર્ત કહેવામાં આવે છે જેમાં દશેરાનો પણ સમાવેશ થાય છે. વિદ્યાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ તમામ લોકોએ દશેરાએ શુભ કાર્યની શરૂઆત કરવી જોઇએ અથવા તો કાર્ય કરવાનો સંકલ્પ કરવો જોઇએ. નવી ગાડી-મકાન-જમીન-દુકાન- સ્ટોર જે કંઇ પણ વસ્તુ ખરીદ કરવી હોય તો તેનું ટોકન કે તેની રકમ ચુકવવી જોઇએ અથવા તેનું મુહૂર્ત કરવામાં આવે તો તેનાથી અચૂક શુભ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
3 હજાર કરોડના વાહન વેચાવાની શક્યતા
રાજ્યમાં દશેરાના દિવસે 3 હજાર કરોડના વાહન વેચાય તેવી શક્યતા છે. ફોર-વ્હીલર અને ટુ વ્હીલર વાહનોનું અનેક લોકોએ બુકિંગ કરાવ્યું છે જેની ડિલિવરી દશેરાના દિવસે લેશે.
60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું થશે દહન
અમદાવાદના ભાડજ ખાતે હરે કૃષ્ણ મંદિરમાં વિવિધ પ્રકારના ફૂલો સાથે રામ દરબાર સજાવવામાં આવ્યો છે. સાંજે 6:30 વાગ્યે રથયાત્રા સાથે જ ઉજવણીનો પ્રારંભ થશે. સાંજે 7 વાગ્યે રામલીલાનું આયોજન કરાયું છે. રાત્રે 8 વાગ્યે 10 માથાના રાવણ-કુંભકર્ણ-મેઘનાદના 60 ફૂટના ઊંચા પૂતળાનું દહન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના કારીગરો દ્વારા છેલ્લા એક મહિનાથી આ પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. રખિયાલના નાગરવેલના હનુમાન મંદિરમાં છેલ્લા 60 વર્ષની જેમ આ વખતે પણ 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે. ખોખરા રેલવે કોલોનીમાં પણ 45 ફૂટ ઊંચા રાવણનું દહન થશે.








