મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ, વિપક્ષ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો કરશે પ્રયાસ

ગુજરાત સરકાર દ્વારા વિધાન

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ, વિપક્ષ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો કરશે પ્રયાસ
આ સમાચાર સાંભળો

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં 'સમાન નાગરિક સંહિતા' (UCC)બિલ 2026 રજૂ કરાયું હતું, જે ગત રોજ 7:30 કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર થઈ ગયું છે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. તો બીજી તરફ  ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે.

સત્રની શરૂઆત નવ વાગે પ્રશ્નોત્તરી કાળથી થશે

સત્રની શરૂઆત નવ વાગે પ્રશ્નોત્તરી કાળથી થશે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસ જેવી જરૂરિયાત ચીજ વસ્તુઓનો જથ્થો હાલ રાજ્યમાં ઉપલબ્ધ છે કે નહીં તેના પર ચર્ચા થશે. તો બીજી તરફ વિપક્ષ આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે

ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય ઉદેસિંહ બારીયા ના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવશે. આજે ગુજરાત વિધઘાનસભામાં  ગુજસીટોક જેવા કાયદામાં સુધારા વિધેયક પસાર કરવામાં આવશે અને અશાંત ધારા સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો