મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું કરાશે દહન

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે દશેરાની આજે અમદાવાદ શહેરમાં ધામધૂમ

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું કરાશે દહન

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ એટલે દશેરાની આજે અમદાવાદ શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં કરવામાં આવશે. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે રાવણ દહનના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ખોખરા રેલવે ગ્રાઉન્ડ, અમરાઈવાડી નાગરવેલ હનુમાન, સાબરમતી ડી-કેબિન પાસે અને ભાડજ સ્થિત ઈસ્કોન મંદિર ખાતે સાંજે યોજાનારા રાવણ દહનના કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડશે.

આજે દશેરાનું પર્વ ઉજવવામાં આવશે

આ વખતે એક તિથિ બે દિવસ સુધી હોવાના કારણે નવરાત્રિ દસ દિવસની હતી. જે પૂર્ણ થયા બાદ આજે દશેરાનું પર્વ ઉજવવામાં આવશે. શહેરના ખોખરા રેલવે ગ્રાઉન્ડ ખાતે લગભગ સાડા છ દસકાથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. ગુરુવારે સાંજે અહીં રાવણના 45 ફૂટ ઉંચા પુતળાનું દહન કરાશે.

અમદાવાદના 5 સ્થળો પર રાવણ દહન

આખા ગુજરાતમાં સૌપ્રથમ અહીં રાવણ દહનની શરુઆત થઈ હોવાનો દાવો આયોજકો કરી રહ્યા છે. આવી રીતે જ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન મંદિર પાસે પણ 45 ફૂટ જેટલી જ ઉચાઈના રાવણના પુતળાનું દહન કરાશે. આ આયોજન પણ છ દસકા કરતા વધારે સમયથી થાય છે.  

આ સમાચાર શેર કરો