મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: કીર્તિ પટેલ અને તેના સાગરીતોની ધમકીથી કંટાળી યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર વધુ એક ગુનો નોંધાયો. કીર્તિ પટેલ અને તેના સા

Junagadh news: કીર્તિ પટેલ અને તેના સાગરીતોની ધમકીથી કંટાળી યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર વધુ એક ગુનો નોંધાયો. કીર્તિ પટેલ અને તેના સાગરીતોની ધમકીથી કંટાળી જૂનાગઢના યુવકે ફિનાઈલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. અબજલ સીડા નામના યુવાને  કીર્તિ પટેલનો વિરોધ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

વીડિયો મામલે પોલીસે 5 સામે ગુનો દાખલ કર્યો

આ વીડિયો મામલે કિર્તી પટેલ, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડાએ યુવાનને ધમકાવ્યો અને 20 લાખની ખંડણી માંગી હતી. તમામે યુવાનને ધમકી આપીને વીડિયો હટાવી લેવા માટે દબાણ કર્યું અને ધમકી આપી હતી કે તને દુષ્કર્મના કેસમાં ફસાવીને જાનથી મારી નાખીશ, તારા ઘરમાં પણ ઘૂસી જઈશું.

યુવાને ગટગટાવ્યું ફિનાઈલ

ધમકી બાદ યુવાને જેતપુરમાં  ફિનાઈલ ગટગટાવ્યું હતું. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કિર્તી પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો