નવસારીમાં 3 વાગ્યા સુધીમાં 48.3 ટકા, બારડોલીમાં 58.05 ટકા મતદાન
લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી છે. પરંતુ મતદારોમાં જાણે ચૂંટણીને લઈને કોઈ રસ ન હોય ત રીતે મતદાન થઈ રહ્

લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી છે. પરંતુ મતદારોમાં જાણે ચૂંટણીને લઈને કોઈ રસ ન હોય ત રીતે મતદાન થઈ રહ્યાનું સામે આવી રહ્યું છે. સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે આજે નવસારી અને બારડોલી લોકસભા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. જેમાં પ્રથમ બે કલાકમાં નીરસ મતદાન થઈ રહ્યું હોય તેમ નવસારી લોકસભા બેઠક પર 9.15 ટકા મતદાન જ્યારે બારડોલી બેઠક પર 11.54 ટકા જેટલું જ મતદાન થયું છે. ત્યારબાદ 3 વાગ્યા સુધીમાં નવસારીમાં 48.03 ટકા, બારડોલીમાં 58.05 ટકા મતદાન
તડકામાં ઓછું મતદાન થવાના અણસાર
સુરત જિલ્લામાં નવસારીના કુલ 14.39 લાખ મતદારો અને બારડોલી બેઠકના કુલ 15.40 લાખ મતદારો નોંધાયા છે. સવારના ઠંડા માહોલમાં મતદાન ધીમું ચાલી રહ્યું છે. ત્યારે બપોર અને બપોર બાદ જેમ જેમ તડકો વધતો જાય તેમ મતદાન માટે લોકો ઓછા બહાર નીકળે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હીટવેવને લઈને ગાઈડલાઈન
પહેલીવાર તંત્રએ હીટવેવથી બચવા માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. ડો.સૌરભ પારઘીએ જણાવ્યું કે હીટવેવથી બચવા માટે ટોપી, છત્રી કે ચશ્માનો ઉપયોગ કરવો. સફેદ સુતરાઉ કપડા પહેરવા, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, લાંબા સમય સુધી તડકામાં રહેવું નહીં. અવારનવાર ભીના કપડાથી શરીર લૂંછવું. જરૂર જણાય તો ઇમરજન્સી નંબર 108નો સંપર્ક કરવો.








