VIDEO: રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ: અનેક વિસ્તારો પાણી-પાણી થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાસી ગયા હતા, ત્યારે આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સ્થાનિકોને મોટી રાહત મળી છે. શહેરના રેસકોર્સ રિંગ રોડ, જામનગર રોડ, મવડી તેમજ સામાકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં સવારથી જ કાળા ડિબાન વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાના આગમનથી રસ્તાઓ ભીના થયા છે અને સમગ્ર પંથકમાં ખુશનુમા વાતાવરણ સર્જાયું છે.વરસાદી માહોલ જામતા જ નાગરિકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે, તો બીજી તરફ આ કાચું સોનું વરસતા જ જગતના તાત એવા ખેડૂતોમાં પણ સારો પાક થવાની નવી આશા જાગી છે.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી કલાકોમાં રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને આ આહલાદક વરસાદી વાતાવરણનો આનંદ માણવા માટે અપીલ કરવામાં આવી છે.




