ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત, વલસાડમાં કોસ્ટલ હાઇવે પર કાર અને બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત
વલસાડમાં કોસ્ટલ હાઇવે પર કાર અને બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માતમાં ત્

વલસાડમાં કોસ્ટલ હાઇવે પર કાર અને બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે કરૂણ મોત થયા છે. આ યુવાનો વાપીના નાયકવાડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : વડોદરા / સિંધરોટ નજીક કોટના બીચ પર ન્હાવા પડેલા બે યુવાનોના મહી નદીમાં ડૂબી જતા મોત
વલસાડના ઉમરગામના ફણસા ટાટાવાડી નજીક કોસ્ટલ હાઇવે પર કાર અને બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કોસ્ટલ હાઇવે પર સામેથી આવતી એક કાર સાથે બે બાઈકો ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.
મૃતક યુવાનો વાપીના નાયકવાડના રહેવાસી હતા અને યુવકોનું ગ્રુપ વાપીથી નારગોલ ફરવા જઈ રહ્યું હતું તે દરમિયાન કોસ્ટલ હાઇવે પણ આ ઘટના ઘટી હતી.






