મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: ચિત્રામાં પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત

Bhavnagar News: ભાવનગર શહેરના ચિત્ર વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત થયું

ભાવનગર: ચિત્રામાં પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત

Bhavnagar News: ભાવનગર શહેરના ચિત્ર વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત થયું છે. પાણીના ટાંકામાં પડી ગયા બાદ આ બાળકીને સારવાર મારે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. 

ઘટના અંગે મળતી વિગતો અનુસાર ચિત્રા ગુરુકુળ સ્કૂલની પાછળ ત્રણ વર્ષની અનામિકા ઉર્ફે એન્જલ મુન્નાલાલ રાવ રમતા રમતા  પાણીના ટાંકામાં પડી ગઈ. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને સારવાર માટે તાત્કાલિક સર ટી. સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

સર ટી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે.  ઘટના પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ  છે.

આ સમાચાર શેર કરો