Ahmedabad news: આંબાવાડીમાં નિર્માણાધીન સાઇટ પરથી ત્રણ શ્રમિક પટકાયા, બેના મોત
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં વર્ધમાન ડેવલપર્સની નંદની બ

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં વર્ધમાન ડેવલપર્સની નંદની બિલ્ડિંગ હેપીનેસ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર ત્રણ શ્રમિક સેન્ટિંગ પાટા પરથી નીચે પટકાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે શ્રમિકોના મોત થયા, એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.




