ગુજરાતમાં બે સ્થળે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત
ગુજરાતભરમાંથી રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં આજે ફરી ગુજરાતના બે જિલ્લાઓમાં

ગુજરાતભરમાંથી રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં આજે ફરી ગુજરાતના બે જિલ્લાઓમાંથી ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. બે સ્થળે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે.
અમરેલીમાં છકડો રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
અમરેલીમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં એક છકડો રિક્ષા અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમરેલી જિલ્લામાં રાજુલાના હિંડોરણા રોડ પરથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માતની જાણ થતાં રાજુલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 2ના મોત
આણંદમાંથી પણ ગમખ્વાર અકસ્માતની માહિતી મળી રહી છે જેમાં બ્રીજ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. આણંદ જિલ્લાના તારાપુર વિસ્તારમાં વાસદ બગોદરા હાઈવે પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી પ્રમાણે, નાર બ્રીજ પાસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ફોર વ્હીલર બોલેરો કાર અને રિક્ષા વચ્ચે આ ગોઝારો અકસ્માત થયો હતો જેમાં રિક્ષામાં સવાર બે લોકોનું મૃત્યુ થયું છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને તારાપુરના વતની હતા.






