ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા, પુત્ર સહિત ત્રણ લોકોના મોત
ખેડામાં વરસાદમાં વીજળીનો કરંટ લાગતા ત્રણના મોત છે. માતરના મહેલજ ગામમ

ખેડામાં વરસાદમાં વીજળીનો કરંટ લાગતા ત્રણના મોત છે. માતરના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા છે. વરસાદમાં વીજળીનો કરંટ લાગતા માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું મોત નિપજ્યા છે.
વરસાદમાં દુકાનનું શટલ ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ તમામ લોકોને સારવાર અર્થે ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ત્રણ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચી ગયો હતો. આ દુર્ઘટનામાં યાસ્મીન પઠાણ, અવેજખાન પઠાણ અને સાહિલખાન પઠાણ નામના વ્યક્તિઓનું મોત નિપજ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. માતર પોલીસ દ્વારા મૃતકોની ડેટબોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે.






