મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: વાયર તૂટતાં કરંટ લાગવાથી દંપતિ સહિત ત્રણનાં મોત, પંથકમાં ફેલાઈ ગમગીની

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્ર

Jamnagar news: વાયર તૂટતાં કરંટ લાગવાથી દંપતિ સહિત ત્રણનાં મોત, પંથકમાં ફેલાઈ ગમગીની

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં એક દંપતી અને શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

વીજ કરંટ લાગતા ત્રણના મોત

મળતી માહિતી મુજબ, કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં સોમવારે (27 ઓક્ટોબર) અચાનક વીજ વાયર તૂટીને ત્રણ લોકો પર પડ્યો હતો. ઘટનામાં ત્રણેયના મોત થતાં સ્થાનિકોમાં શોકનો માહોલ છવાયો છે. ઘટના બાદ ત્રણેય મૃતકોને પીએમ અર્થે કાલાવડ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો