રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનામાં ત્રણ લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાજકોટ, મહિસ

રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાજકોટ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ બની હતી.
રાજપીપળા દંપત્તી પર કોઇએ ગાડી ચઢાવી દેતા બન્નેનું મોત
નર્મદા જિલ્લાના રાજપીપળામાં કાળિયા ભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડની બાજુમાં તરબુચ વેચતા દંપત્તી રાત્રે સુતા હતા આ દરમિયાન અજાણ્યા ગાડીના ચાલકે દંપત્તી પર ગાડી ચઢાવી દેતા બન્નેનું મોત થયું હતું.
રાજપીપળા ટેકરા ફળિયા, પ્રાથમિક શાળા નજીક માં રહેતા નગીનભાઇ કાલિદાસ દેવીપૂજક(૪૭) અને તેમના પત્ની જશીબેન નગીનભાઇ દેવીપૂજક (૪૩) નાઓ આખો દિવસ તરબૂચ વેચી જમી પરવારી ત્યાં તરબૂચ વેચવા બાંધેલા મંડપ પાસે સૂઈ ગયા બાદ અજાણ્યા વાહન ચાલકે દંપત્તી પર ગાડી ચઢાવી દેતા બંનેનું ઘટના સ્થળે મોત થયું હતું.
મહિસાગરમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત
લુણાવાડા-મોડાસા હાઇવે પર સજ્જનપુર ગામ પાસે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય એક ઘાયલ થતા 108ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રાજકોટમાં એસટી બસ ચાલકે દંપત્તીને અડફેટે લીધી
રાજકોટના હનુમાન વાડી ચોકમાં એસટી બસની અડફેટે બાઇક ચાલક દંપત્તી આવ્યું હતું. ધ્રોલ-રાજકોટ એસટી બસના ચાલકે બાઇક પર જતા દંપત્તીને અડફેટે લેતા મહિલાને પગમાં ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.








