મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અકસ્માત બન્યો કાળ : રાજકોટ-વડોદરા-અમરેલીમાં અકસ્માતમાં 3 લોકોના મોત

રાજ્યમાં આજે રાજકોટ, વડોદરા અને અમરેલીમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. રાજકોટમાં કણકોટ ખ

અકસ્માત બન્યો કાળ : રાજકોટ-વડોદરા-અમરેલીમાં અકસ્માતમાં 3 લોકોના મોત

રાજ્યમાં આજે રાજકોટ, વડોદરા અને અમરેલીમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. રાજકોટમાં  કણકોટ ખાતે  બસ અડફેટે 7 વર્ષના બાળકનું મોત થયું છે. તો વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક પર સવાર યુવકનું મોત થયું છે. અમરેલીમાં ચરખડીયા ગામમાં કાર પૂલ પરથી નીચે ખાબકતા કારચાલકનું મોત થયું છે. 

રાજકોટમાં  કણકોટ ખાતે  બસ અડફેટે 7 વર્ષના બાળકનું મોત

રાજકોટની કણકોટમાં સિટી બસની અડફેટે 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે.સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળક અને તેની માતા રોડની સાઈડમાંથી પસાર થઈ રહ્યાં છે. સિટી બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જુઓ આ ઘટનાનો વીડિયો : 

ગોંડલ-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત 

ગોંડલ-રાજકોટ હાઇવે પર રીબડા અને પીપળીયા વચ્ચે ટ્રક અને 407 વચ્ચે ભયંકર અકસ્માત  થયો હતો. આ અકસમાતમાં એક વ્યક્તિનું મોત થયું છે.  અકસ્માતને કારણે હાઇવે પર  વાહનોની લાંબી કતારો લાગી હતી. 

Captionગોંડલ-રાજકોટ હાઇવે પર અકસ્માત

સાવરકુંડલામાં પુલ ઉપરથી કાર નીચે ખાબકતા કારચાલાકનું મોત

અમરેલીના સાવરકુંડલામાં આવેલા ચરખડીયા ગામના પુલ પર કાર પલ્ટી મારીને નીચે ખાબકી હતી. કારમાં બેઠેલા કોલેજના 2 વિદ્યાર્થીને ઇજા થતાં સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વાહનચલાક રસિકભાઈ સોલંકીનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. સાવરકુંડલા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

વડોદરામાં ડમ્પર ચાલકે યુવાનને અડફેટે લીધો 

વડોદરાના કપુરાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમા ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ડમ્પરના આગળના ટાયર નીચે બાઇક ઢસડાઈ હતી. જે બાદ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો