મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ત્રણ ગેમઝોન પર લાગ્યા તાળા, રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ AMCની કાર્યવાહી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે અમદાવાદ નગરપાલિકા એકશનમાં આવી ગઈ છે. શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામા

અમદાવાદમાં ત્રણ ગેમઝોન પર લાગ્યા તાળા, રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ AMCની કાર્યવાહી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે અમદાવાદ નગરપાલિકા એકશનમાં આવી ગઈ છે. શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.સવારથી જ AMC એકશનમાં છે. વિવિધ વિસ્તારમાં આવેલા ત્રણ  ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે.જેમાં ગોતા, ચાંદલોડિયા અને નિકોલમાં આવેલ ગેમ ઝોન સીલ કરાયા છે.અને હજી પણ સીલનો આંકડો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગોતા, ચાંદલોડિયા અને નિકોલમાં ત્રણ ગેમ ઝોન પર લાગ્યા તાળા

રાજકોટમાં બનેલી દુ:ખદ ઘટના બાદ અમદાવાદના નિકોલમાં આવેલા ગેમઝોનને સીલ કરવામાં આવ્યું છે. આ ગેમઝોન ત્રણ વર્ષથી ચાલતુ હતું. કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના ગેમઝોન ચાલતુ હતું. જેના પગલે તંત્ર દ્વારા તેને સિલ કરવામાં આવ્યું છે.

..

આ સમાચાર શેર કરો