અમદાવાદમાં કેડિલા કંપનીમાં કામ કરતાં ત્રણ કર્મચારી અચાનક ઢળી પડ્યા, એકનું મોત
અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક કંપનીમાં કામ કરતા સમયે કેટલાક કર્મચારીઓ ઢળી પડ્યા હો

અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક કંપનીમાં કામ કરતા સમયે કેટલાક કર્મચારીઓ ઢળી પડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં ધોળકાની કેડીલા કંપનીમાં ફરજ બજાવતા સમયે ત્રણથી વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. એક વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત થયું જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં કંપનીના જવાબદાર સત્તાધીશો સહિત લોકોનું ટોળું
બે મહિલા અને એક પુરુષ એમ ત્રણ કર્મચારીઓને ધોળકાની ખાનગી જીવનદીપ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે કેડીલા કંપનીના જવાબદાર સત્તાધીશો અને લોકોના ટોળાં એકઠાં થયા હતા. કંપનીના વોશ રૂમમાં અચાનક ત્રણ મહિલા કર્મચારીઓ બેભાન થઇને ઢળી પડી હતી. તેમને જોવા જતાં અન્ય એક પુરુષ કર્મચારી પણ બેભાન થઇને ઢળી પડયો હતો. જો કે, બેભાન થવાનું કારણ હજુપણ અકબંધ છે. મૃતક મહિલા કર્મચારીના મૃતદેહને પોસ્ટમોરટર્મ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જેમાં પેનલ ડોક્ટર દ્વારા તેમનું પોસ્ટમોટર્મ કરવામાં આવશે તેમજ FSLની પણ મદદ લેવામાં આવશે.




