મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ત્રણ સ્થળે સર્જાયેલ અકસ્માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ સારવાર હેઠળ

ગુજરાતભરમાંથી રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ગુજરાતમાં ત્રણ સ્થળેથી અકસ્માતના સમાચાર

ગુજરાતમાં ત્રણ સ્થળે સર્જાયેલ અકસ્માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ સારવાર હેઠળ

ગુજરાતભરમાંથી રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ગુજરાતમાં ત્રણ સ્થળેથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કુલ ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં મર્સિડીઝ કારચાલકે અડફેટે લેતા મહિલાની હાલત ગંભીર

અમદાવાદ શહેરમાં જજીસ બંગલો ચાર રસ્તા પાસે અકસ્માતને મામલે કારની અડફેટે આવનાર મહિલાને ગંભીર ઈજા પહોંચતા મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ સાંજના સમય દરમિયાન એક મહિલા જજીસ બંગલો ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહી હતી. તે વખતે એક મર્સિડીઝ કારે મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે.

આ ઘટનામાં કશ્મીરા ઠાકર નામક મહિલાને મર્સિડીઝ કારે અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી છે. જેથી ઇજાગ્રસ્ત કશ્મીરાબેનને સારવાર માટે તાત્કાલિક પ્રથમ સોલા સિવિલ અને બાદમાં એસજીવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં વસ્ત્રાલ રીંગરોડ પર અકસ્માતમાં એક યુવકનું મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતે સ્વરુપ લીધું છે જેમાં અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની છે. વસ્ત્રાલ રીંગરોડ પર વેદ મોલ સામે અકસ્માત થયો હતો. જેમાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં નિતીન ચુનારા નામના યુવકનું મોત નિપજ્યું છે. ત્રણ મિત્રો દર્શન કરી પરત ફરતા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મામલાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગીરસોમનાથમાં બે બાઈક સામસામે અથડાતાં બેનું મોત

ગીર સોમનાથમાંથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના - ગીર ગઢડા રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં ખાપટ ગામ નજીક બે બાઈક સામ સામે અથડાયા હતા. બાઈક સામસામે અથડાવાને કારણે આ અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નિપજ્યાં છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો