મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha News: પ્રાંતિજમાં મદરેસાના આઠ વિદ્યાર્થીઓના શોષણ અને મારપીટ મામલે ત્રણેય મૌલવીની ધરપકડ

Sabarkantha News: સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી મદરેસાના આઠ વિદ્યાર્થીઓને માર મરાયાનો મામલો સામે આ

Sabarkantha News: પ્રાંતિજમાં મદરેસાના આઠ વિદ્યાર્થીઓના શોષણ અને મારપીટ મામલે ત્રણેય મૌલવીની ધરપકડ

Sabarkantha News: સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી મદરેસાના આઠ વિદ્યાર્થીઓને માર મરાયાનો મામલો સામે આવ્યો હતો જેમાં પીડિત વિદ્યાર્થીની ફરિયાદને પગલે ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જોકે આગામી સમયમાં મામલે હજુ વધુ ઊંડાણપૂર્વકની તપાસના અંતે સનસની ખેજ ખુલાસા થવાની સંભાવના છે.

સાબરકાંઠાના પ્રાંતિજના મદરેસામાં અભ્યાસ કરવા આવેલા બિહારના ભાગલપુરમા અનાડીયાના આઠ વિદ્યાર્થીઓને મદરેસાના સંચાલકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. બાળકો ગતરોજ તલોદ બાદ હિંમતનગર રેલ્વે સ્ટેશન ઉપર મળી આવતા રેલ્વે પોલીસે તમામ બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા બાદ પ્રાંતિક પોલીસમાં ફરિયાદ નોંધી હતી. પોલીસે શરૂઆતના તબક્કામાં બે મૌલવીઓની અટકાયત કરી છે તેમજ તાજેતરમાં ત્રીજા આરોપીની પણ અટકાયત કરી ચૂકી છે. જોકે પોલીસ તપાસમાં બાળકોને માર મારવા પાછળ વધુ ખુલાસા થવાની સંભાવનાઓ રહેલી છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તમામ બાળકોની સારવાર બાદ સાત જેટલા બાળકોને મોકલાયા છે. તેમજ હજુ પણ એક બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે બાળકમાં શરીર ઉપર વિવિધ જગ્યાએ માર મરાયા હોવાના નિશાન મળી આવતા આ મામલે પણ પ્રાંતિજ પોલીસ તપાસ ચલાવી રહી છે.

શું છે સમગ્ર મામલો?

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજની મદરેસામાંથી ગત રોજ આઠ બાળકો ભાગ્યા હતા. મદરેસામાં બાળકો પર અત્યાચાર ગુજારાતો હોવાની બાળકોની જુબાની સામે આવી છે. જુલમ ગુજારનારા મદરેસાના મૌલવીઓ સામે ગુનો નોંધાયો છે. પીડિત કિશોરે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મદરેસાના ત્રણ મૌલવીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાંતિજની જામીયા દારૂલ અહેસાન વકફ મદરેસા સામે ગુનો નોંધાયો છે.

જામિયા દારૂલ અહેસાન વકફ મદરેસાના મૌલવી મુફ્તીયુસુફ, મૌલવી મોહમદઅનસ મેમણ અને મૌલવી મહંમદફહદ આ ત્રણે મૌલવીઓ મૌલવીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. મૌલવીઓ દ્વારા મદરેસાના દરવાજે તાળુ લગાવી ત્રીજા માળે બાળકોને પુરી રખાતા હતા. ત્રીજા માળે ગોંધી રાખીને બાળકો પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હતો.

મૌલવી મુફ્તી યુસુફે કેબલથી માર માર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. મદરેસાના મૌલવીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી છે અને બાળકો પર અત્યાચાર ગુજારનાર મૌલવીઓની ધરપકડ કરાશે. સાત બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલાયા છે અને 1 બાળક સારવાર હેઠળ છે.

આ સમાચાર શેર કરો