મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: કાલોલમાં એક સાથે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાયા, 1 બાળકનું મોત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે હવે પંચમહાલ કાલોલ પંથકમાં શં

પંચમહાલ: કાલોલમાં એક સાથે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાયા, 1 બાળકનું મોત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે હવે પંચમહાલ કાલોલ પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એકસાથે ત્રણ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેમાં એક પાંચ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.  નોંધનીય છે કે, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સત્તાવાર રીતે 20થી વધુ બાળકોના મોત થયા છે.

કાલોલ તાલુકામાં શનિવારે ત્રણ નવા કેસ નોંધાયા છે. આ ત્રણ કેસોમાં કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામની છ વર્ષની બાળકી, જ્યારે કાદવીયા ગામની બે વર્ષની બાળકી અને કાલોલ શહેરના પાંચ વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસની બીમારીના લક્ષણો દેખાતા ત્રણેય બાળકોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

એક સાથે ત્રણ કેસ નોંધાતા જીલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું

કાલોલ પંથકમાં શનિવારે એકી સાથે ત્રણ  કેસો પ્રકાશમાં આવતા કાલોલ સહિત પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક અસરથી હરકતમાં આવ્યું છે અને સર્વેલન્સ ટીમ દ્વારા અસરગ્રસ્ત બાળકોના ફળિયામાં અને શહેર વિસ્તારોમાં સઘન સર્વે કરી, દવાઓનો છંટકાવ કરી કાચા મકાનોમાં દેખાતી તિરાડો પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસનો કુલ આંકડો 11 પર પહોંચ્યો

તદ્ઉપરાંત ગંદકી પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક પંચાયત અને નાગરિકોને સલામતીને ધોરણે વરસાદના માહોલમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસનો કુલ આંકડો 11 પર પહોંચ્યો છે જેમાં ચાર બાળકો મૃત્યું થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ચાંદીપુરા વાયરસના લક્ષણ

ખેંચ આવવી
માથાનો દુ:ખાવો
બેભાન થવું
તાવ
ઉલટી
ઝાડા
- 0થી 14 વર્ષના બાળકોને આ બીમારીની સંભાવના વધારે છે.
- જો આવા ચિહ્ન-લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો...

આ સમાચાર શેર કરો