વડોદરામાં નજીવી બાબતે થયેલા ઝગડામાં હત્યા મામલે ત્રણ આરોપીની ધરપકડ
ગુજરાતભરમાં હત્યાની ઘટના સતત સામે આવી રહી છે એવામાં વડોદરામાં ખાળ કુવા માટે પાડોસી વચ્ચે થયેલ ઝગડામાં યુવકની હત્યા કરવ

ગુજરાતભરમાં હત્યાની ઘટના સતત સામે આવી રહી છે એવામાં વડોદરામાં ખાળ કુવા માટે પાડોસી વચ્ચે થયેલ ઝગડામાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં નજીવા કારણોસર થયેલા ઝઘડામાં યુવક પિયુષ રાઠોડનો ભોગ લેવાયો હતો. જો કે, આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં દંપતી સહીત ત્રણની ધરપકડ કરી છે.
મૃતક પિયુષ રાઠોડને પડોશી પ્રવિણ પંચાલ તેની પત્નિ અને બનેવી દ્વારા ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો. ગડદા પાટુનો માર મારતા આ ઝગડામાં પિયુષ રાઠોડનું મોત નિપજ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહીત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે હત્યારા પાડોશી પ્રવિણભાઈ પંચાલ, શીતલ પંચાલ અને રમેશભાઈ સીખલીગર ધરપકડ કરી છે અને આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.




