મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં પુત્રના નામે વૃદ્ધને બ્લેકમેલ કરી દોઢ કરોડ પડાવનાર ગેંગની પોલીસે કરી ધરપકડ

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક વૃદ્ધને તેમના પુત્રના નામે બ્લેકમેલ કરી મબલખ રુપિયા

વડોદરામાં પુત્રના નામે વૃદ્ધને બ્લેકમેલ કરી દોઢ કરોડ પડાવનાર ગેંગની પોલીસે કરી ધરપકડ

વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં એક વૃદ્ધને તેમના પુત્રના નામે બ્લેકમેલ કરી મબલખ રુપિયા પડાવી લેવાનું સામે આવ્યું છે. જો કે શહેરની પોલીસે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં રહેતા નિવૃત સરકારી અધિકારીને મુંબઈ સેટલ થયેલા પુત્રના નામે બ્લેકમેલ કરવામાં આવ્યા હતા.

વૃદ્ધને બ્લેકમેલ કરી ભેજાબાજોએ 12 કરોડ વસુલવા ધાકધમકીઓ આપી હતી અને આખરે દોઢ કરોડ પડાવ્યા હતા. તમારા પુત્રના નામે પાંચ રાજ્યોમાં બળાત્કારના 70 કેસો થયા હોવાનું કહી વૃદ્ધને ફસાવ્યા હતા. ગોત્રી પોલીસે રૂપિયા પડાવી લેનાર ગેંગના સગરીતની ધરપકડ કરવામાં આવી છે. બળાત્કાર જેવો ગંભીર ગુનો દાખલ થયો છે તેમ કહી ફંડ ડેવલોપરનું અપહરણ કરી 12 કરોડની ખંડણી માંગવાનો મામલો હતો. આ સમગ્ર મામલે વડોદરા પોલીસ વિભાગ ડીસીપી અભય સોનીનું નિવેદન સામે આવ્યું છે.

મિત્રએ જ મિત્રના પુત્રનું અપહરણ કરી 12 કરોડની ખંડણી માંગી હતી. પિતા રજનીકાંત પરમારે પુત્રનું અપહરણ કરનાર ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે મુંબઈ ખાતેથી અપહરણકારોની ચુંગાલમાંથી પુત્ર નિખિલને છોડાવ્યો હતો. પોલીસે કપિલ રાજપુત, ગિરીશ ભોલે તથા મધુમિતા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ દોઢ કરોડ પડાવ્યા બાદ બીજા સાડા દસ કરોડની ઉઘરાણી માટે વડોદરા આવેલા ગિરીશને ગોત્રી પોલીસે દબોચ્યો હતો. પોલીસે કપિલ રાજપુત, ગિરીશ ભોલે તથા મધુમિતાની મુંબઈથી ધરપકડ કરી હતી. મધુમિતાની કારમાંથી પોલીસે 1 કરોડ 1 લાખ રિકવર કર્યા હતા.

આ સમાચાર શેર કરો