મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠામાં એક જ દિવસમાં ત્રણ અકસ્માતે ત્રણના ભોગ લીધા

બનાસકાંઠાનો થરાદ સાંચોર હાઇવે રોડ આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. જેમાં એક જ દિવસમાં ત્રણ અકસ્માત થયાં અને

બનાસકાંઠામાં એક જ દિવસમાં ત્રણ અકસ્માતે ત્રણના ભોગ લીધા

બનાસકાંઠાનો થરાદ સાંચોર હાઇવે રોડ આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. જેમાં એક જ દિવસમાં ત્રણ અકસ્માત થયાં અને તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બનાસકાંઠામાં એક જ દિવસમાં ત્રણ કલાકમાં ત્રણ ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું હતું જેમાં ત્રણના મોત નિપજ્યાં છે.

થરાદના પીલુડા નજીક એક ટ્રક ચાલકે રાહદારીને કચડી નાખ્યો

થરાદના પીલુડા નજીક એક ટ્રક ચાલકે રાહદારીને કચડી નાખતા રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. રાહદારી ઉપર ટાયર ફરી વળતા મોડે સુધી તેની ઓળખ થઈ ન હતી. જો કે, અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : પાટણમાં સમી હારીજ રોડ પર ટ્રિપલ અકસ્માતમાં ત્રણ ઘાયલ, એકના મોતની આશંકા

મિયાલ ખોડા નજીક એક કેમિકલ ભરેલો ટ્રક પલટતા અકસ્માતની ચેઈન સર્જાઈ

મિયાલ ખોડા નજીક એક કેમિકલ ભરેલો ટ્રક પલટી મારતા કેમિકલ રોડ ઉપર ઢોળાઈ ગયું હતું. જેને પગલે રોડ ઉપર ચીકણું કેમિકલ ઢોળાતા ત્યાંથી બાઈક પસાર થતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી ત્યાંથી પસાર થતી ગાડી નીચે આવી જતા ઘટના સ્થળે બંને બાઈક સવાર યુવકોના મોત નિપજ્યા હતા. બાઈક સવાર એક મોરથલ અને લોઢનોરનો હોવાનું સામે આવ્યું હતું.

ભારતમાલા હાઇવે પર લાકડાં ભરેલ ટ્રકે રાહદારીને કચડ્યો

થરાદ સાંચોર ભારતમાલા હાઇવે પર પીલુડા માર્કેટ યાર્ડ પાસે લાકડાં ભરેલી ટ્રકે એક રાહદારીને કચડી નાખ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર થયો હતો કે મૃતકની ઓળખ કરવી પણ મૂશ્કેલ બની ગઈ હતી. લાકડા ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. ગંભીર અકસ્માત કર્યો હોવાની જાણ થતાં ડ્રાઈવર ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. આમ થરાદ પંથકમાં એક જ દિવસમાં ત્રણ અકસ્માતમાં ત્રણના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાયો હતો.

આ સમાચાર શેર કરો