મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો બગાડ, મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ

વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના વધુ એક વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં મોટું લીકેજ થવા

વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરના વધુ એક વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં મોટું લીકેજ થવાની ઘટના સામે આવી છે. શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ નજીક પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે હજારો લીટર કિંમતી પાણી રસ્તાઓ પર વહી ગયું હતું, જેના કારણે વગર વરસાદે વિસ્તારમાં પાણી જ પાણી થઈ ગયું હતું.

અટલાદરા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં લીકેજના કારણે પાણીનો મોટો પ્રવાહ રસ્તા પર વહેવા લાગ્યો હતો. જ્યાં એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત રહે છે અને પાલિકા સમયસર પાણી પહોંચાડી શકતી નથી, ત્યાં આ રીતે હજારો લીટર પાણીનો બગાડ થતાં પાલિકાના તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના અંગે તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો કહેવું છે કે લીકેજ થયાની જાણ વડોદરા મહાનગરપાલિકાને કરવા છતાં, તંત્ર દ્વારા લાંબા સમય સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહોતા. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે કિંમતી પાણીનો બગાડ ચાલુ રહ્યો હતો. એક તરફ મહાનગરપાલિકા લોકોને સમયસર પૂરતું પાણી આપી શકતી નથી,ત્યારે બીજી તરફ આ રીતે હજારો લીટર પાણી રસ્તા પર વહી જવું એ કેટલા અંશે વ્યાજબી છે? 

આ સમાચાર શેર કરો