મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે સુમુલ ડેરીની જાહેરાત, પશુપાલકોને થશે આટલો ફાયદો

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી 7મી મેના રોજ થનારી છે. ત્યારે આ ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટ

લોકસભાની ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે સુમુલ ડેરીની જાહેરાત, પશુપાલકોને થશે આટલો ફાયદો

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી 7મી મેના રોજ થનારી છે. ત્યારે આ ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. અલગ અલગ માધ્યમોથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોમાં મતદાન વધુ થાય તે માટે જાહેરાત કરવામાં આવી છે. જે પશુપાલક મતદારોને દૂધના પ્રતિલિટર દીઠ એક રૂપિયો વધારે આપવામાં આવશે.

આંગળી પરની શાહી બતાવવાની રહેશે

સુમુલ ડેરી દ્વારા લોકસભાની ચૂંટણીને લઇ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત અંતર્ગત જે પશુપાલક દિવસ દરમ્યાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિલિટર 1 રૂપિયો વધુ ચૂકવવામાં આવશે. પશુપાલક આંગળી પર મતદાન કર્યાની શાહી બતાવતે તેમને ભેટ સ્વરૂપે લિટર દીઠ એક રૂપિયો વધુ ચૂકવવામાં આવશે. 

પશુપાલકોને ભેટ

સુમુલના ડિરેક્ટર જયેશ પટેલએ કહ્યું કે, સુરત અને તાપીમાં દરરોજ કુલ 22 લાખ લિટર દૂધ એકત્રિત થાય છે. અઢી લાખ પશુપાલકોને લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઇ મળશે ભેટ આપવામાં આવશે. પશુપાલકો મતદાનને લઇ સજાગ થાય તે માટે આગતરું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો