Ahmedabad news: લ્યો બોલો! નિંદર માણી રહેલી મહિલાના કાન કાપી ચોરો સોનાની કડીઓ ચોરી ગયા
બાવળાના બલદાણા ગામે મહિલાના કાન કાપી ચોર સોનાની કડીઓ ચોરી ફરાર થઇ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સ

બાવળાના બલદાણા ગામે મહિલાના કાન કાપી ચોર સોનાની કડીઓ ચોરી ફરાર થઇ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડી રાત્રે નિંદર માણી રહેલી મહિલાના કાન કાપી ચોરો દાગીના લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.
ચોરોને મોટો મુદ્દામાલ ન મળતા કાન કાપી કરી ચોરી
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના બાવળાના બલદાણા ગામે ધનીબેન ત્રિભોવનભાઈ કોળી પટેલ નામની મહિલા પોતાના ઘરે નિંદર માણી રહ્યા હતા, ત્યારે મહિલાના કાન કાપી ચોરો તેણીએ પહેરેલી સોનાની કડીઓ ચોરી ગયા હતા. ચોરી કરવા આવેલા ચોરોને કોઈ મોટો મુદ્દામાલ ન મળતા સૂતેલી મહિલાના કાન કાપી સોનાની કડીઓ લઇ ગયા હતા. મહિલાના બંને કાનમાં ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે ખસેડાઇ છે. મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.




