મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેરના આશ્રમ રોડ સહિત આ 5 રોડ બનશે 'આઈકોનિક રોડ'

અમદાવાદ શહેરમાં આવેલો આશ્રમ રોડ આગમી દિવસોમાં આઇકોનિક રોડ બનશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શ

અમદાવાદ શહેરના આશ્રમ રોડ સહિત આ 5 રોડ બનશે 'આઈકોનિક રોડ'

અમદાવાદ શહેરમાં આવેલો આશ્રમ રોડ આગમી દિવસોમાં આઇકોનિક રોડ બનશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાત જગ્યાએ આઇકોનિક રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એક આશ્રમ રોડ નો સમાવેશ થાય છે. આશ્રમ રોડને પાલડી સર્કલથી વાડજ સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવશે. આ માટે 58.50 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. રોડની લંબાઈ 5.1 km જ્યારે પહોળાઈ 30 થી 40 મીટર સુધીની હશે.

આ પણ વાંચો : AMCની પરીક્ષામાં કૌભાંડ; પરિણામ સાથે છેડછાડ કરનાર ક્લાર્ક સસ્પેન્ડ, નોકરી લાગેલા ઘરભેગા

પાલડી ચાર રસ્તાથી ટાઉનહોલ સુધી પાર્કિંગ વિસ્તાર ડેવલપ કરવામાં આવશે. રાહદારીઓ સરળતાથી ચાલી શકે તે માટે બેથી ત્રણ મીટર સુધી પહોળી ફૂટપાટ તૈયાર કરવામાં આવશે અને રોડ થ્રી લેન તૈયાર કરાશે. આ પહેલા મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી હાંસોલ સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. જેને સારો પ્રતિસાદ મળતા હવે વિવિધ જગ્યાએ આ પ્રકારના રોડ તૈયાર કરવામાં આવશે. જેમાં આશ્રમરોડ ઉપરાંત શાંતિપુરા સર્કલથી સાણંદ ચોકડી, કેશવબાગથી પકવાન જંકશન, વિસત સર્કલથી તપોવન સર્કલ તેમજ કેનયુ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તાનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો