મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શિક્ષણ સમિતિના ભાજપના સભ્યની શાળા સીલ, ત્રીજો-ચોથો માળ ગેરકાયદે બાંધ્યાની થઈ હતી ફરિયાદ

સુરતમાં ગેરકાયદે બાંધકામો ઠેર ઠેર બની રહ્યાં છે. ત્યારે આ ગેરક

સુરતમાં શિક્ષણ સમિતિના ભાજપના સભ્યની શાળા સીલ, ત્રીજો-ચોથો માળ ગેરકાયદે બાંધ્યાની થઈ હતી ફરિયાદ

સુરતમાં ગેરકાયદે બાંધકામો ઠેર ઠેર બની રહ્યાં છે. ત્યારે આ ગેરકાયદે બાંધકામો ન માત્ર બિલ્ડરો પણ શાસક પક્ષના નેતાઓ પણ કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા આવી જ એક ગેરકાયદે બાંધકામ થયેલી શાળા વિષે ફરિયાદ કરવામાં આવી હતી.જેથી તંત્ર દ્વારા આખરે એ શાળાને સીલ કરવામાં આવી છે. જો કે, આ શાળા બીજા કોઈની નહીં પરંતુ ભાજપના જ શિક્ષણ સમિતિના સભ્યની હોવાનું બહાર આવ્યું છે.

લિંબાયત ઝોનની કાર્યવાહી

ગોડાદરા વિસ્તારમાં બનાવવામાં આવેલી અરિહંત એકેડેમી સ્કૂલ આખરે સીલ કરી દેવામાં આવી છે. કોંગ્રેસી નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા ફરિયાદ કરાઇ રહી હતી. શાળાનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બાંધ્યો હોવાની પૂર્વ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરાઈ હતી. સાંજે સ્કૂલ છૂટી ગયા બાદ લિંબાયત ઝોને સિલિંગની કાર્યવાહી કરી હતી.

1.15 લાખનો વહિવટી ચાર્જ વસૂલ્યો

આ શાળા શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની હતી. છેલ્લા ત્રણ મહિનામાં શાળાના બે માર્ગ ગેરકાયદેસર વધારાયા હતા. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી તાત્કાલિક ડિમોલેશન કરવા લેખિત ફરિયાદ કરાઈ હતી. પાલિકાના ઇન્ચાર્જ કમિશનર એવા કલેક્ટરને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળાએ ફરિયાદ કરી હતી. આ સ્કૂલમાં અગાઉ બે વખત નોટિસ આપી ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 1.15 લાખ વહિવટી ચાર્જ પણ પાલિકાએ વસૂલ્યો હતો. આ સાથે ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાની લેખિત બાહેધરી પણ લેવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો