VIDEO : ઉપલેટામાં સરકારી અનાજ સગેવગે કરતા સમયે તસ્કરોના વાહન બંધ પડ્યા, જુઓ પછી શું થયું
Upleta Rajkot News : રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરકારી અનાજનો મોટો જથ્થો પકડાયો છે. ઉપલેટા મામલતદારને બા

Upleta Rajkot News : રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરકારી અનાજનો મોટો જથ્થો પકડાયો છે. ઉપલેટા મામલતદારને બાતમી મળી હતી કે તસ્કરો સરકારી અનાજનો જથ્થો બે વાહનોમાં ભરીને સેવંત્રા ગામ ખાતે પસાર થવાના છે.
આ બાતમીના આધારે સરકરી અનાજની હેરાફેરી દરમિયાન મામલતદારે પુરવઠા વિભાગના અધિકારીને સાથે રાખી રેડ કરી હતી અને ફિલ્મી ઢબે ગાડીઓનો પીછો કર્યો હતો. તસ્કરોના આ બંને વાહનો ધોરાજી તરફ રવાના થઈ ચૂક્યા હતા. મામલતદારે પીછો કરતા આ વાહનો સુપેડી ગામ પાસેની ચામુંડા હોટલ પાસે ઉભેલા મળી આવ્યાં હતા.
તસ્કરોના આ બંને વાહનોમાં ટેકનિકલ ખામી સર્જાતા વાહનો બંધ પડી ગયા હતા. મામલતદારની ટીમ આ બંને વાહનોને ટોઇંગ કરીને મામલતદાર કચેરી લઈ આવી હતી. જુઓ આ વીડિયો -
આ બંને વાહનોમાંથી સરકારી અનાજના ચાર નંગ ઘઉંના કટ્ટા અને સાત નંગ ચોખાના કટ્ટા તેમજ વજન કાંટાઓ મળી આવ્યાં હતા. મામલતદારે આ તમામ જથ્થા સાથે બે વાહનો મળીને 1.91 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






