મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજપીપળાના રાજ મહેલમાં ચોરી, પિસ્તોલ-ચેક સહિતની કિંમતી વસ્તુઓનો હાથફેરો

રાજપીપળામાં એક અનોખો ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં 5 વ્યક્તિએ પોતાના મોજશોખ પુરા કરવા પાંચ ઇ

રાજપીપળાના રાજ મહેલમાં ચોરી, પિસ્તોલ-ચેક સહિતની કિંમતી વસ્તુઓનો હાથફેરો

રાજપીપળામાં એક અનોખો ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં 5 વ્યક્તિએ પોતાના મોજશોખ પુરા કરવા પાંચ ઇસમો ભેગા થઈ રાજાના મહેલ રાજવંત પેલેસમાં ચોરી કરી હતી. જે ચોરીમાં પિસ્તોલ સહીત કિંમતી વસ્તુઓ અને રાજાના સહીઓ વાળા ચેકો ચોરી કરી હતી. બાદમાં તેને વટાવી વાહનો ખરીદયા જે મળી કુલ 10.40 લાખની ચોરી કરી અને જેવા પૈસા બેંકમાંથી ઉપાડ્યા અને આ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતના રસ્તાઓ બન્યા રેસિંગ ટ્રેક? ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીઓની કાર પલટી મારતાં 1નું મોત 3ને ઈજા

ગણતરીના કલાકોમાં ઝડપાયા

રજવાડી નગરી રાજપીપળાના મહારાજાની રોયલ પિસ્તોલ રાજવંત પેલેસમાંથી ચોરી કરી લઇ જનાર શકમંદ સામે યુવરાજ માન્વેન્દ્રસિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદને  લઈને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. વાય.એસ.શિરસાઠના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ની ટીમ કામે લાગી ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે જુદી જુદી ટીમો બનાવી ગુન્હામાં સંડોવાયેલ આરોપી નામે સંજય મધુકર રાજાને રહેવાસી મકાન નંબર-23, જયદેવ પુંજા પંડયાની ચાલી, રાધે મોલ સામે, ખોખરા, અમદાવાદને ગણતરીના કલાકોમાં અમદાવાદ ખાતેથી પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ (પિસ્તોલ) રિકવર કરવામાં આવ્યા હતાં.

સહી કરેલા ચેક પણ ચોર્યા

પકડાયેલા આરોપી સંજય મધુકર રાજાની પુછપરછ દરમ્યાન સંડોવાયેલા અન્ય આરોપીઓ મીત, અરબાજ ઉર્ફે અજ્જુ, રિઝવાન, ફરહાનનાઓએ પોતાના મોજ શોખ પુરા કરવા માટે તમામે સાથે મળી મહારાજા રઘુવિરસિંહની ઉંમર તથા શારીરીક અશક્તતાનો લાભ ઉઠાવી મહેલમાંથી નાની મોટી ચીજ વસ્તુઓ તથા મહારાજાની સહીઓ કરેલ કોરા ચેકોની ચોરી કરેલાનુ તથા ચોરી કરેલ ચીજવસ્તુમાંથી તથા ચોરી કરેલ કોરા ચેકો વટાવી મળેલ નાણા દ્વારા (૧) મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડી (૨) સેવોલેટ કંપનીની કુઝ ગાડી (૩) રોયલ એન્ફીલ્ડ કંપનીનુ બુલેટ જેવા વાહનો ખરીદી કરી પોતાના ઉપયોગ માટે તમામ વારાફરતી વાપરતા હોવાની કબુલાત કરી હતી. 

પકડાયેલા આરોપીઓ

(1) સંજય મધુકર રાજાને
(2) મીત કલ્પેશભાઇ રાવલ 
(3) અરબાજ ઉર્ફે અજ્જુ મનસુરખાન પઠાણ 
(4) રિઝવાન લિયાકત મલેક 
(5) ફરહાન ઇકરામ હુસેન રાઠોડ 

આ સમાચાર શેર કરો