બોટાદ:પત્ની અન્ય શખ્સ સાથે ભાગી જતા યુવાને ઝેર પીધું, 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ
બોટાદમાં પત્ની અન્ય શખ્સ સાથે ભાગી જતા પતિને લાગી આવતા ઝેરી દવા પી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું. યુવાન

બોટાદમાં પત્ની અન્ય શખ્સ સાથે ભાગી જતા પતિને લાગી આવતા ઝેરી દવા પી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું. યુવાને ઝેરી દેવા પીધી હોવાનું પરિવારજનોને જાણ થતાં તેને હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. હોસ્પિટલમાં જગદીશ મનજીભાઈ મકવાણાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
પત્ની બન્ને સંતાનો સાથે મુકેશ હડિયલ નામના શખ્સ સાથે ભાગી
શહેરનાં તુરખા રોડપર મહાદેવનગર-2 પાસે રહેતા જગદીશના 10 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા. પ્રેમ લગ્ન બાદ દંપતીને બે સંતાનો થયા હતા. ત્યારે અચાનક જગદીશ મકવાણાની પત્ની બન્ને સંતાનો સાથે મુકેશ હડિયલ નામના શખ્સ સાથે ભાગી ગઈ હતી.
પોલીસે ફરિયાદ કરી દાખલ
જગદીશ મકવાણા તેની પત્નીને શોધવા માટે મુકેશ હડીયલના ઘરે ગયો ત્યારે તેના ભાઈઓએ ધમકી આપીને હડધત કરીને ભગાડી મૂક્યો હતો. 23 જૂનના રોજ આ ઘટના બની હતી, પોલીસે મુકેશ હડીયલ, રમેશ હડીયલ, પંકજ હડીયલ, બાબુ હડીયલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






