રાજ્યમાં 57 નગરપાલિકાની તિજોરી ખાલી, કરોડો રૂપિયાના વીજ બિલ ભરવાના પણ ફાંફા
અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. મોટાભાગના પાલિકાઓની તિજોરી ખા

અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. મોટાભાગના પાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યમાં નગરપાલિકાઓની એવી દશા છે કે, વીજ બિલ ભરવાના પણ ફાંફા છે.
આ પણ વાંચો: 'વીજળી' બોટની જળસમાધિને 136 વર્ષ: ગુજરાતમાં બની હતી ટાઇટેનિક જેવી ઘટના, 1300 લોકોના થયા'તા મોત
જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ થશે બંધ
57 નગરપાલિકાએ રૂ. 311 કરોડ વીજ બિલ ભર્યું નથી. જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરથી ગુજરાતના ફૂલગુલાબી વિકાસનો પરપોટો ફૂટ્યો છે.
ગુજરાતના ફૂલગુલાબી વિકાસનો પરપોટો ફૂટ્યો
છેલ્લાં ઘણા વખતથી નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતી ડામાડોળ બની છે કેમકે, વેરાની આવક ઘટી છે. પાણી સહિત વિવિધ વેરો વસૂલવામાં પાલિકાનું તંત્ર કડકાઈ દાખવતું નથી તેનું કારણ એ છે કે, ચૂંટાયેલી પાંખના જનપ્રતિનીધિ વેરા માટે પઠાણી ઉઘરાણી કરતાં રોકે છે. આ જોતાં પાલિકા માટે આવકનું કોઈ સ્ત્રોત નથી. મહત્ત્વની વાત એ છેકે, વેરાની રકમ વધારવા માટે પણ સૂચન કરાયું છે પણ ચૂંટણીઓને પગલે આ વાત સરકાર ખુદ અમલ કરવાના મતમાં નથી.
મોટાભાગની નગરપાલિકાઓના લાખો-કરોડો રૂપિયા વીજ બિલ બાકી
આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજ બિલ માફ છે જ્યારે પાલિકાએ વીજ બિલ ભરવું પડે છે. અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓના લાખો-કરોડો રૂપિયા વીજ બિલ બાકી છે. વીજ બિલના નાણાં લાવવા ક્યાંથી છે એ સવાલ ઊભો થયો છે.






