મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરા: હિન્દુ યુવતીનું મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સંબંધનો કરૂણ અંત, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

પંચમહાલના ગોધરામાં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી હોવાનું સામ

ગોધરા: હિન્દુ યુવતીનું મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સંબંધનો કરૂણ અંત, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

પંચમહાલના ગોધરામાં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એવામાં યુવતીના પિતા અને માતાએ મુસ્લિમ યુવાન પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. પરિવારે આરોપ લગાવતા કહ્યું કે  યુવક દ્વારા જ યુવતીની હત્યા કરાઈ છે.

આ પણ વાંચો: પંચમહાલ : 24 કલાકમાં 3 મર્ડર, ધોરણ-11ના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગળું દબાવી હત્યા

યુવક યુવતીને બ્લેક મેઈલ કરી માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ

મુસ્લિમ યુવક યુવતીને બ્લેક મેઈલ કરી માનસિક ત્રાસ આપતો હોવાનો પરીવારજનો દ્વારા આક્ષેપ કર્યો હતો. મૃતક યુવતીના પરિવારજનો દ્વારા પેનલ પીએમની માંગણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પેનલ પીએમ પણ ગોધરા સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો