મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના 9 જિલ્લામાં ગરમી કાઢશે ભૂક્કા, પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાનું અત્યારથી જ શરૂ થઈ ગયું છે. રાજ્યના હવામાન વિભાગે સિવિયર હિટવેવનું એલર્ટ

ગુજરાતના 9 જિલ્લામાં ગરમી કાઢશે ભૂક્કા, પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાનું અત્યારથી જ શરૂ થઈ ગયું છે. રાજ્યના હવામાન વિભાગે સિવિયર હિટવેવનું એલર્ટ આપ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદ સહિત 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ  જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની સાથે સાથે  કચ્છ, ગાંધીનગર, જુનાગઢ, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરતમાં પણ રેડ એલર્ટ આપ્યું છે.

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ  

રાજ્યના મોટાભાગના જિલ્લાઓના તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે. 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું. ભુજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ અને ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં 40.2, સુરેન્દ્રનગરમાં 41.7, જ્યારે મહુવામાં 40.4, કેશોદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 41.7, કંડલામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ગત વર્ષ કરતા 16 દિવસ વહેલી ગરમી શરૂ

ડીસામાં 39.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે વડોદરામાં 39.8, સુરતમાં 41.8, અમરેલીમાં 40 ડિગ્રી, ભાવનગરમાં 39.2, પોરબંદરમાં 39.2 તાપમાન નોંધાયું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા 16 દિવસ વહેલી કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ છે. 

12 માર્ચની આગાહી

રાજ્યમાં આગામી 2-3 દિવસ ગરમીનો પારો હાઈ રહેવાની સંભાવના છે, ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી છે.

હીટવેવની અસર

રાજ્યમાં આગામી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હીટવેવના કારણે શું અસર થાય છે તે જાણીએ. હીટવેવમાં ઉચ્ચ તાપમાન, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેલા અથવા ભારે કામ કરતાં લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે. જેમાં નબળા લોકો સહિત બાળકો, વૃદ્ધો ક્રોનિક રોગ ધરાવતા લોકોમાં આરોગ્યની ચિંતા રહે છે.

આ સમાચાર શેર કરો