જો હવે જાહેરમાં લઘુશંકા કરી તો.... તમારો ફોટો તંત્ર જાહેર રસ્તા પરના બેનરમાં છાપીને કરી દેશે પ્રખ્યાત
રાજ્યના એક શહેરમાં ગંદકી કરનાર સામે મહાનગરપાલિકાએ સખ્ત નિયમ બનાવ્યો

રાજ્યના એક શહેરમાં ગંદકી કરનાર સામે મહાનગરપાલિકાએ સખ્ત નિયમ બનાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મોરબી નગરપાલિકાએ જાહેરમાં ગંદકી કરનાર સામે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં જે પણ જાહેરમાં લઘુશાંક કરશે તો બેનરમાં ફોટોગ્રાફ સાથે જાહેર રસ્તા પર છાપવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ફોટો ક્લિક કરીને બેનરમાં મૂકવામાં આવશે.
લોકોના ફોટોગ્રાફ ક્લિક કરીને બેનરમાં છાપવામાં આવ્યા
શહેરના દાઉદી પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં જાહેરમાં લઘુશંકા કરતા લોકોના ફોટોગ્રાફ ક્લિક કરીને બેનરમાં છાપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પ્રયોગથી લોકોમાં સ્વસ્છતા પ્રત્યે સજાગતા વધશે.




