પાણીપુરી પર પ્રતિબંધ, આ શહેરમાં વેચાણ તો ઠીક ખાધી તો પણ તંત્ર લેશે આકરા પગલાં
ગાંધીનગરના કલોલમાં વારંવાર કોલેરા અને પાણીજન્ય રોગચાળો ફેલાય છે. ત્યારે દરેક વખતે અધિકારીઓ રાઉન્ડ લઈને નાગરિકોને

ગાંધીનગરના કલોલમાં વારંવાર કોલેરા અને પાણીજન્ય રોગચાળો ફેલાય છે. ત્યારે દરેક વખતે અધિકારીઓ રાઉન્ડ લઈને નાગરિકોને પીવાલાયક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્રોને સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત બાદ અમુક જિલ્લાઓમાં કોલેરાએ માથુ ઉંચક્યું છે, દુષિત પાણીથી બનેલો ખોરાક આરોગવાથી કોલેરા થવાની શક્યતા વધારે રહેતી હોવાથી લોકોએ બહારનો દુષિત ખોરાક આરોગવાનું ટાળવું જોઈએ.
કોલેરાના કેસ સામે આવ્યા
કલોલ પશ્ચિમના મહેન્દ્ર મીલની ચાલી અને ગાયોના ટેકરા વિસ્તારમાંથી કોલેરાના કેસ સામે આવ્યા છે. કોલેરાના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. કેટલાક દર્દીઓની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે પાણી-પુરીની લારીઓ પરથી પાણી-પુરી ખાધા પછી ઝાળા ઉલ્ટી થાય હોવાનું સામે આવ્યું છે.
પાણી-પુરી ખાધા પછી ઝાળા ઉલ્ટી થયા હોવાનું સામે આવ્યું
કલોલ પશ્ચિમના મહેન્દ્ર મીલની ચાલી અને ગાયોના ટેકરા વિસ્તારમાંથી કોલેરાના કેસ સામે આવ્યા છે. કોલેરાના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. કેટલાક દર્દીઓની તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે પાણી-પુરીની લારીઓ પરથી પાણી-પુરી ખાધા પછી ઝાળા ઉલ્ટી થયા હોવાનું સામે આવ્યું છે.
પાણી-પુરી સહિત ખુલ્લા અને અખાદ્ય ખોરાકનું વેચાણ કરતી લારીઓ પર પ્રતિબંધ
કલોલના અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી-પુરી સહિત ખુલ્લા અને અખાદ્ય ખોરાકનું વેચાણ કરતી લારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ફૂડ વિભાગ તથા સ્થાનિક તંત્રને તેનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.






