મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: AMTSના શહેરી વિસ્તારમાં લાગુ પડતા નિયમો હવે ઔડા વિસ્તારમાં પણ લાગુ થશે

સોર્સ: gstv

અમદાવાદમાં એએમટીએસ દ્વારા નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સૂચના બાદ, હવેથી એએમટીએસ બસ ઔડા વિસ્તારમાં પણ દોડશે. આ સેવા અંતર્ગત અમદાવાદથી કલોલ સુધી તેમજ શૈલા જેવા નવા વિકસિત વિસ્તારો સહિત આસપાસના તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નવી બસોનું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. શહેરી વિસ્તારમાં લાગુ પડતા નિયમો હવે ઔડા વિસ્તારમાં પણ લાગુ થશે. આ નિર્ણયથી 65 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સને ફ્રી પાસની સુવિધા મળશે અને તેઓ મફત મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, ગ્રામજનો પણ હવે સરળતાથી માસિક પાસ કઢાવી શકશે. અમદાવાદ અને આસપાસના ઔડા વિસ્તારના 10 લાખથી વધુ લોકોને આ સેવાનો સીધો ફાયદો થશે.

આ સમાચાર શેર કરો