મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતના પુણાગામમાં હોટફિક્સના કચરામાં આગ: શિવમ કોમ્પ્લેક્સ પાછળ આગ લાગવાથી બે ગાડી બચી, સ્થાનિકોમાં ભય

સોર્સ: gstv

સુરત શહેરમાં હોટફિક્સના કચરાના કારણે આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. પુણાગામ વિસ્તારમાં આવેલા શિવમ કોમ્પ્લેક્સના પાછળના ભાગમાં વહેલી સવારે હોટફિક્સના કચરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઈને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા દીવાલ પાછળ પાર્ક કરેલી બે ગાડીઓ સળગતા બચી ગઈ હતી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓથી રહીશોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો