મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગોધરાની પૂજન સોસાયટીમાં જાહેર માર્ગ પર ગંદા પાણીનો નિકાલ

સોર્સ: gstv

પંચમહાલના ગોધરામાં બામરોલી રોડ પર આવેલી પૂજન સોસાયટીમાં ગંદકી ફેલાવાની ઘટના સામે આવી છે. આક્ષેપ મુજબ, પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટરના ડહોળા પાણીનો જાહેર માર્ગ પર નિકાલ કરવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પાલિકા સ્વચ્છતાના દાવા કરે છે, તો બીજી તરફ જાહેર માર્ગ પર ગંદકી ફેલાતાં તેની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ગંદકીના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરે છે કે નહીં.

આ સમાચાર શેર કરો